યુનિટ - 4
બિન-વેપારી સંસ્થાના હિસાબો
1. અર્થ:
જે સંસ્થાઓ નફો કમાવાના હેતુથી
નહીં, પરંતુ સામાજિક સેવાઓ, પોતાના સભ્યોનું કલ્યાણ, સભ્યોના હકોનું રક્ષણ અને વિકાસ, રમતગમત તથા શિક્ષણનો વ્યાપ
વધારવો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિકાસ જેવા હેતુઓ માટે અસ્તિત્વમાં આવે છે, તેમને બિન-વેપારી સંસ્થા (Non-trading
concern) તરીકે ઓળખવામાં આવે છે. આવી સંસ્થાઓને તેમની
પ્રવૃત્તિઓમાંથી આવક ચોક્કસ પ્રાપ્ત થાય છે, પરંતુ તેમનો હેતુ નફો રળવાનો હોતો નથી. સેવાઓ પૂરી પાડીને પોતાના સભ્યો
અને સમાજનો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને ધાર્મિક વિકાસ સાધવો એ જ તેમનો મુખ્ય
ઉદ્દેશ્ય હોય છે.
આવી સંસ્થાઓમાં હોસ્પિટલ, લાઇબ્રેરી (પુસ્તકાલય), શાળા, કોલેજ, અનાથાશ્રમ, ધાર્મિક સંસ્થાઓ, ચેરિટેબલ (ધર્માદા) સંસ્થાઓ, રમતગમત મંડળો, જિમખાના, વેપારી મંડળો અને મજૂર યુનિયન
વગેરેનો સમાવેશ થાય છે.
ઉદાહરણ તરીકે: રોટરી ક્લબ, વણિકર ક્લબ (મહેસાણા), ચેમ્બર ઓફ કોમર્સ અને એમ. પી. શાહ એજ્યુકેશન સોસાયટી (કડી).
2. મુખ્ય લક્ષણો (વિશેષતાઓ):
1. મુખ્ય હેતુ: આ સંસ્થાઓનો મુખ્ય હેતુ નફો કમાવાનો નથી,
પરંતુ સેવાઓ પૂરી પાડવાનો છે.
2. વેપારી પ્રવૃત્તિઓનો અભાવ: આ સંસ્થાઓ વેપારી પ્રવૃત્તિઓ માટે કે માલસામાનનું ઉત્પાદન,
ખરીદી કે વેચાણ કરવા માટે અસ્તિત્વમાં આવતી નથી;
તેથી તેઓ વેપાર ખાતું કે નફા-નુકસાન ખાતું બનાવતી નથી. પરંતુ, ક્યારેક રમતગમતની ક્લબ જેવી સંસ્થાઓ પોતાના સભ્યોની સુવિધા માટે બજારમાંથી માલ ખરીદીને તેનું વેચાણ કરે છે. કેટલીક સંસ્થાઓ કેન્ટીન જેવી સુવિધાઓ પણ પૂરી પાડે છે.
3. ઉપજ -ખર્ચ ખાતું: આ સંસ્થાઓનો મુખ્ય હેતુ નફો કમાવાનો ન હોવાથી વર્ષના અંતે તેઓ નફા-નુકસાન ખાતું તૈયાર કરતી નથી. પરંતુ,
આવક અને ખર્ચની પરિસ્થિતિ જાણવા માટે તેઓ ઉપજ -ખર્ચ ખાતું તૈયાર કરે છે.
4. રોકડ-મેળ (આવક-જાવક ખાતું): સામાન્ય રીતે આ સંસ્થાઓમાં રોકડ વ્યવહારોનું પ્રમાણ વધુ હોય છે,
તેથી રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે તેઓ આવક-જાવક ખાતું તૈયાર કરે છે.
5. મૂડી ભંડોળ: બિન-વેપારી સંસ્થાની મૂડીને મૂડી ભંડોળ અથવા કાયમી ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે.
6. પાકું સરવૈયું: વર્ષના અંતે પોતાની આર્થિક સ્થિતિ જાણવા માટે આ સંસ્થાઓ પાકું સરવૈયું તૈયાર કરે છે.
7. આવકના મુખ્ય સ્ત્રોત: આ સંસ્થાઓની આવકનો મુખ્ય સ્ત્રોત સભ્યો પાસેથી મળતું લવાજમ છે. આ ઉપરાંત,
તેમને દાન,
સરકારી ગ્રાન્ટ/સહાય, રોકાણો પર વ્યાજ, ડિવિડન્ડ અને ધર્માદાની આવક વગેરે દ્વારા પણ આવક પ્રાપ્ત થાય છે
3. આવક-જાવક ખાતું અને ઉપજ-ખર્ચ ખાતા વચ્ચેનો તફાવત
|
મુદ્દો |
આવક-જાવક ખાતું |
ઉપજ -ખર્ચ ખાતું |
|
1. અર્થ |
બિન-વેપારી સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલા રોકડ વ્યવહારો (રોકડ આવક અને રોકડ જાવક)નો જે સારાંશ તૈયાર કરવામાં આવે છે, તેને આવક-જાવક ખાતું કહે છે. |
બિન-વેપારી સંસ્થાઓ દ્વારા વર્ષના અંતે સંસ્થાનું પરિણામ (નફો કે નુકસાન જેવી સ્થિતિ) જાણવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે, તેને ઉપજ-ખર્ચ ખાતું કહે છે. |
|
2. સ્વરૂપ |
આ ખાતું રોકડ ખાતા જેવું જ હોય છે. |
આ ખાતું નફા-નુકસાન ખાતા જેવું જ હોય છે. |
|
3. શરૂઆતની બાકી |
રોકડ સિલક, બેંક સિલક અથવા બેંક ઓવરડ્રાફ્ટ આ ખાતાની શરૂઆતની બાકી હોય છે. |
આ ખાતામાં કોઈ પણ પ્રકારની શરૂઆતની બાકી હોતી નથી. |
|
4. આખર બાકી |
આ ખાતાની આખર બાકી એ આખરની રોકડ સિલક, બેંક સિલક અથવા બેંક ઓવરડ્રાફ્ટ દર્શાવે છે. |
આ ખાતાની આખર બાકી એ 'ખર્ચ કરતાં આવકનો વધારો' અથવા 'આવક કરતાં ખર્ચનો વધારો' દર્શાવે છે. |
|
5. આખર બાકીની નોંધણી |
જો આખર બાકી રોકડ કે બેંક સિલક હોય તો તેને પાકા સરવૈયામાં મિલકત-લેણા બાજુ દર્શાવાય છે, અને જો આખર બાકી બેંક ઓવરડ્રાફ્ટ હોય તો તેને પાકા સરવૈયામાં મૂડી-દેવા બાજુ દર્શાવાય છે. |
જો આ ખાતાની આખર બાકી 'ખર્ચ કરતાં આવકનો વધારો' હોય, તો તે પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે; અને જો આખર બાકી 'આવક કરતાં ખર્ચનો વધારો' હોય, તો તે પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાંથી બાદ કરવામાં આવે છે. |
|
6. મૂડી અને મહેસૂલી ઉપજ
-ખર્ચ |
આવક અને ખર્ચ માટે મૂડી કે મહેસૂલી પ્રકારનું વર્ગીકરણ જરૂરી નથી. રોકડમાં થયેલી બંને પ્રકારની આવક અને જાવકની નોંધ આ ખાતામાં થાય છે. |
આ ખાતામાં માત્ર મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચની જ નોંધ થાય છે. મૂડી આવક અને મૂડી ખર્ચ પાકા સરવૈયામાં દર્શાવાય છે. |
|
7. સમયગાળો |
આવક કે જાવક કયા વર્ષની છે તે બાબત મહત્વની નથી. ભલે તે ચાલુ વર્ષની હોય કે આગામી વર્ષની, જો તે રોકડમાં થઈ હોય તો તેની નોંધ આ ખાતામાં થાય છે. |
આ ખાતામાં માત્ર ચાલુ વર્ષની જ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ દર્શાવાય છે. અગાઉના વર્ષ કે આવનારા વર્ષ માટે મળેલી આવક કે ચૂકવેલ ખર્ચની નોંધ આ ખાતામાં થતી નથી. |
|
8. બિન-રોકડ વ્યવહારો |
આ ખાતું રોકડ પદ્ધતિ આધારિત બનાવવામાં આવતું હોવાથી ઘસારો, ઘાલખાધ, મળવાની બાકી આવક, ચૂકવવાના બાકી ખર્ચ વગેરે જેવા બિન-રોકડ વ્યવહારો આમાં નોંધાતા નથી. |
આ ખાતું વેપારી પદ્ધતિ મુજબ બનાવવામાં આવતું હોવાથી ઘસારો, ઘાલખાધ, મળવાની બાકી આવક, ચૂકવવાના બાકી ખર્ચ વગેરે હવાલાઓની નોંધ આમાં કરવામાં આવે છે. |
|
9. પાકું સરવૈયું |
આ ખાતાની સાથે પાકું સરવૈયું બનાવવું ફરજિયાત નથી. |
આ ખાતું તૈયાર કર્યા પછી પાકું સરવૈયું બનાવવું જરૂરી છે. |
સ્વાધ્યાય
1. બજરંગ જીમખાના ક્લબની નીચે
આપેલી માહિતી પરથી તારીખ 31-૦૩-2018 ના રોજ પૂરા થતા વર્ષનું રોકડ આવક-જાવક ખાતું
તૈયાર કરો.
|
વિગત |
|
રકમ (₹) |
વિગત |
રકમ (₹) |
|
રોકડ સિલક (1-4-2017) |
|
12,000 |
હોલનું ભાડું ચૂકવ્યું |
6,000 |
|
બેંક સિલક (1-4-2017) |
|
38,000 |
મનોરંજન કાર્યક્રમ માટે ફાળો |
14,000 |
|
લવાજમ: |
|
દાન |
20,000 |
|
|
2016-2017: |
6,000 |
પેવેલિયન માટે દાન |
50,000 |
|
|
2017-2018: |
50,000 |
56,000 |
પગાર |
15,000 |
|
પ્રવેશ ફી |
|
10,000 |
જૂના વર્તમાનપત્રોનું વેચાણ |
1,000 |
|
ફર્નિચરની ખરીદી |
|
12,000 |
મનોરંજન કાર્યક્રમનો ખર્ચ |
10,000 |
|
પુસ્તકોની ખરીદી |
|
8,000 |
વીજળી બિલ (ખર્ચ) |
7,000 |
|
વર્તમાનપત્રોનું લવાજમ |
|
2,000 |
જૂના ફર્નિચરનું વેચાણ (ચોપડે કિંમત 6,000) |
5,600 |
|
રમતગમતના સાધનોની ખરીદી |
|
60,000 |
પેવેલિયન બાંધકામ ખર્ચ |
44,000 |
|
વ્યાખ્યાનોની આવક |
|
4,000 |
રોકડ સિલક (31-3-2018) |
14,600 |
|
આજીવન સભાસદ ફી |
|
8,000 |
વધારાની માહિતી : (1) ₹ 6,000 નો પગાર ચૂકવવાનો બાકી છે. (2) સાધનો પર 10% ઘસારો ગણો. (3) ₹ 4,000 નું લવાજમ મળવાનું બાકી છે. (4) 50% પ્રવેશ ફી મૂડીકૃત કરો. [જવાબ: આખરની બેંક શિલક ₹ 40,000]
2.
અખિલ હિંદ ક્લબની નીચે આપેલી માહિતી પરથી તારીખ 31-3-2018 ના રોજ પૂરા થતા વર્ષનું આવક-જાવક ખાતું તૈયાર કરો.
|
વિગત |
|
રકમ (₹) |
વિગત |
રકમ (₹) |
|
રોકડ સિલક (1-4-2017) |
|
2,500 |
લૉકરનું ભાડું |
250 |
|
મળેલ લવાજમ: |
|
રમતગમતના
સાધનોનું વેચાણ |
8,500 |
|
|
2016-17: |
1,000 |
સમારકામ ખર્ચ |
2,000 |
|
|
2017-18: |
10,000 |
વર્તમાનપત્રોનું
લવાજમ |
750 |
|
|
2018-19: |
500 |
11,500 |
સ્ટેશનરી અને
છાપકામ |
1,100 |
|
મકાન માટે દાન |
|
50,000 |
મકાન બાંધકામ
ખર્ચ |
38,000 |
|
જૂના
વર્તમાનપત્રોનું વેચાણ |
|
100 |
કરવેરા અને વીમો |
1,500 |
|
ફર્નિચરની ખરીદી |
|
1,500 |
ધર્માદો (ચેરીટી) |
2,000 |
|
પ્રવેશ ફી |
|
600 |
રમતગમતના સાધનોની
ખરીદી |
1,000 |
|
રોકાણોની ખરીદી |
|
10,000 |
[જવાબ: આખરની રોકડ
સિલક ₹
19,600]
3. ભારત જીમખાનાની નીચે આપેલી માહિતી પરથી તારીખ 31-3-2018 ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ-ખર્ચ ખાતું તૈયાર કરો.
|
વિગત |
રકમ (₹) |
વિગત |
રકમ (₹) |
|
મળેલ લવાજમ |
45,000 |
ક્રિકેટ ટૂર્નામેન્ટ ખર્ચ |
12,000 |
|
આજીવન સભાસદ ફી |
9,600 |
વાર્ષિક ઉત્સવ ખર્ચ |
24,000 |
|
પ્રવેશ ફી (50% મૂડીકૃત કરવાની
છે) |
3,000 |
ધર્માદો (ચેરીટી) |
18,000 |
|
વાર્ષિક ઉત્સવની આવક |
36,000 |
વર્તમાનપત્રોનું લવાજમ |
3,600 |
|
ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે દાન |
30,000 |
જૂના વર્તમાનપત્રોનું વેચાણ |
600 |
|
મળેલ વ્યાજ |
7,500 |
લૉકરનું ભાડું |
2,400 |
|
પગાર |
30,000 |
રમતગમતના સાધનોની ખરીદી |
36,000 |
|
સ્ટેશનરી અને છાપકામ |
3,600 |
સમારકામ ખર્ચ |
4,800 |
|
પરચૂરણ ખર્ચ |
1,200 |
ફર્નિચર પર ઘસારો |
600 |
|
મળેલી વિરાસત (પ્રાપ્ત વિલ) |
60,000 |
રમતગમતના સાધનોનું વેચાણ) |
|
|
ફર્નિચરની ખરીદી |
15,000 |
(ચોપડે કિંમત ₹ 4,200 |
3,600 |
|
સરકારી જામીનગીરીઓમાં રોકાણ |
60,000 |
બેંક ઓવરડ્રાફ્ટ |
7,500 |
|
|
|
આખરની રોકડ સિલક |
1,800 |
|
મૂડી ભંડોળ |
59,800 |
વધારાની માહિતી (હવાલા):
1.
ચાલુ વર્ષનું ₹ 15,000 લવાજમ મળવાનું બાકી છે.
2.
સેક્રેટરીનું માનદ
વેતન ₹
9,000 ચૂકવવાનું બાકી છે.
[જવાબ: ઉપજનો ખર્ચ પરનો વધારો ₹ 30,600]
4. સદભાવના ક્લબનું તારીખ 31-3-2018 ના રોજ પૂરા થતાં વર્ષનું આવક-જાવક ખાતું નીચે મુજબ છે:
સદભાવના ક્લબનું તારીખ 31-3-2018 ના
રોજ પૂરા થતાં વર્ષનું આવક-જાવક ખાતું
|
આવક |
રકમ ₹ |
જાવક |
રકમ ₹ |
|
બાકી આગળ લાવ્યા |
6,000 |
પગાર |
15,200 |
|
લવાજમ |
પરચૂરણ ખર્ચ |
1,800 |
|
|
2016-17: 1,200 |
નાટક શોના ખર્ચ |
12,000 |
|
|
2017-18: 28,000 |
સામયિકોનું લવાજમ |
3,200 |
|
|
2018-19:
800 |
30,000 |
કરવેરા |
800 |
|
વારસો |
8,000 |
ધર્માદા ખર્ચ |
1,600 |
|
નાટક શોની ટિકિટોનું વેચાણ |
20,000 |
રોકાણો |
20,000 |
|
જૂના વર્તમાનપત્રોનું વેચાણ |
800 |
વીજળી ખર્ચ |
1,400 |
|
બાકી આગળ લઈ ગયા |
8,800 |
||
|
કુલ |
64,800 |
કુલ |
64,800 |
નીચેની વધારાની માહિતી ધ્યાનમાં લઈને તારીખ 31-3-2018 ના રોજ પૂરા થતાં વર્ષનું ઉપજ-ખર્ચ ખાતું અને તે તારીખનું પાકું સરવૈયું
તૈયાર કરો:
1. ક્લબમાં 150 સભ્યો
છે, જેમાંના દરેક સભ્ય વાર્ષિક ₹ 200 લવાજમ આપે છે.
2. ચૂકવવાનો બાકી પગાર ₹ 1,600 છે.
3. રોકાણો પર 3 મહિનાનું
12% લેખે વ્યાજ મળવાનું બાકી છે.
4. તારીખ 1-4-17
ના રોજની બાકીઓ: મકાન ₹
60,000, મૂડી ભંડોળ ₹ 67,200.
[જવાબ: ખર્ચ કરતાં ઉપજનો વધારો 13,800, પાકા સરવૈયાનો સરવાળો 91,400.]
5. ધોની સ્પોર્ટ્સ ક્લબની નીચે આપેલી માહિતી પરથી, 31-3-2018 ના રોજ પૂરા થતાં વર્ષનું ઉપજ-ખર્ચ ખાતું અને તે તારીખનું પાકું સરવૈયું તૈયાર
કરો.
ધોની સ્પોર્ટ્સ ક્લબનું તારીખ 31-3-2018 ના રોજ પૂરા થતાં વર્ષનું આવક-જાવક ખાતું
|
આવક |
રકમ ₹ |
જાવક |
રકમ ₹ |
|
બાકી આગળ લાવ્યા (બેંક બાકી) |
35,000 |
પગાર |
65,000 |
|
લવાજમ: |
ભાડું અને કરવેરા |
9,000 |
|
|
2016-17: 900 |
સ્ટેશનરી ખરીદી |
4,500 |
|
|
2017-18: 87,000 |
રમતના સાધનોની
ખરીદી (1-10-2017) |
30,000 |
|
|
2018-19: 600 |
88,500 |
પરચૂરણ ખર્ચ |
12,000 |
|
મનોરંજનની આવક |
20,000 |
12% બેંક ડિપોઝિટ (1-1-18 થી) |
25,000 |
|
12% ના રોકાણો પર વ્યાજ |
6,000 |
મનોરંજન
કાર્યક્રમનો ખર્ચ |
10,600 |
|
દાન |
10,000 |
બાકી આગળ લઈ ગયા
(બેંક બાકી) |
6,000 |
|
પ્રવેશ ફી |
2,000 |
||
|
જૂના વર્તમાનપત્રોનું વેચાણ |
600 |
||
|
કુલ |
1,62,100 |
કુલ |
1,62,100 |
વધારાની માહિતી:
1.
ક્લબમાં
કુલ 300
સભ્યો છે, જેમાંના દરેક સભ્ય વાર્ષિક ₹ 300 લવાજમ આપે છે.
2.
શરૂઆતનું
મૂડી ભંડોળ ₹ 1,31,400 છે.
3.
તારીખ
31-3-2017
અને 31-3-2018 ના રોજ ચૂકવવાનો બાકી પગાર અનુક્રમે ₹ 5,000 અને ₹ 7,500 છે.
4.
સ્ટેશનરીનો
શરૂઆતનો અને આખરનો સ્ટોક અનુક્રમે ₹ 500 અને
₹
750 છે.
5.
તારીખ
1-4-2017
અને 31-3-2018 ના રોજ રમતના સાધનોની કિંમત અનુક્રમે ₹ 50,000 અને ₹ 70,000 છે.
[જવાબ: ખર્ચ કરતાં ઉપજનો વધારો 6,000, પાકા સરવૈયાનો સરવાળો 1,55,500.]
6.
વણિકર ક્લબના નીચે આપેલા કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી, 31-3-2018 ના રોજ પૂરા થતાં વર્ષનું ઉપજ-ખર્ચ ખાતું અને તે તારીખનું પાકું સરવૈયું તૈયાર કરો.
તારીખ 31-3-2018 ના રોજનું વણિકર ક્લબનું કાચું સરવૈયું
|
ઉધાર બાકી |
રકમ ₹ |
જમા બાકી |
રકમ ₹ |
|
રોકડ બાકી |
6,000 |
મૂડી ભંડોળ |
72,000 |
|
સ્ટેશનરી છાપકામ |
4,000 |
દાન (મહેસૂલી) |
4,000 |
|
જાહેરાત ખર્ચ |
18,000 |
બેંક ઓવરડ્રાફ્ટ |
2,000 |
|
ફર્નિચર |
16,000 |
12% ની લોન (1-4-2017) |
30,000 |
|
ક્લબનું મકાન |
70,000 |
આજીવન સભાસદ ફી |
4,000 |
|
કરવેરા અને વીમો |
5,000 |
પ્રવેશ ફી |
12,000 |
|
મંત્રીનું માનદવેતન |
12,000 |
અગાઉથી મળેલ લવાજમ |
4,000 |
|
રમતના સાધનો |
20,000 |
અદત્ત પગાર |
2,000 |
|
પગાર અને મજૂરી |
18,000 |
લવાજમ |
50,000 |
|
લોન પર વ્યાજ |
1,800 |
લૉકરનું ભાડું |
2,000 |
|
કાનૂની ખર્ચ |
1,200 |
||
|
વીજળી ખર્ચ |
2,000 |
||
|
વીજળીના સાધનો |
8,000 |
||
|
કુલ |
1,82,000 |
કુલ |
1,82,000 |
હવાલા:
1. વર્ષ 2017-18 નું
₹ 4,000 લવાજમ
મળવાનું બાકી છે.
2. જાહેરાત ખર્ચનો 2/3 ભાગ
આગામી વર્ષ માટે આગળ ખેંચવાનો છે.
3. સ્ટેશનરીનો આખર સ્ટોક ₹ 200 છે.
4. ક્લબનું મકાન, રમતના
સાધનો અને ફર્નિચર પર 10% લેખે
ઘસારો ગણો.
5. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹
400 છે.
[જવાબ: ખર્ચ કરતાં ઉપજનો વધારો 10,200,
પાકા સરવૈયાનો સરવાળો 1,26,000.]