Friday, August 21, 2026

બિન વેપારી સંસ્થાના હિસાબો બી.કોમ. સેમ. 1 નાણાંકીય હિસાબી પદ્ધતિ યુનિટ 4

 

યુનિટ - 4

બિન-વેપારી સંસ્થાના હિસાબો

1. અર્થ:

જે સંસ્થાઓ નફો કમાવાના હેતુથી નહીં, પરંતુ સામાજિક સેવાઓ, પોતાના સભ્યોનું કલ્યાણ, સભ્યોના હકોનું રક્ષણ અને વિકાસ, રમતગમત તથા શિક્ષણનો વ્યાપ વધારવો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિકાસ જેવા હેતુઓ માટે અસ્તિત્વમાં આવે છે, તેમને બિન-વેપારી સંસ્થા (Non-trading concern) તરીકે ઓળખવામાં આવે છે. આવી સંસ્થાઓને તેમની પ્રવૃત્તિઓમાંથી આવક ચોક્કસ પ્રાપ્ત થાય છે, પરંતુ તેમનો હેતુ નફો રળવાનો હોતો નથી. સેવાઓ પૂરી પાડીને પોતાના સભ્યો અને સમાજનો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને ધાર્મિક વિકાસ સાધવો એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે.

આવી સંસ્થાઓમાં હોસ્પિટલ, લાઇબ્રેરી (પુસ્તકાલય), શાળા, કોલેજ, અનાથાશ્રમ, ધાર્મિક સંસ્થાઓ, ચેરિટેબલ (ધર્માદા) સંસ્થાઓ, રમતગમત મંડળો, જિમખાના, વેપારી મંડળો અને મજૂર યુનિયન વગેરેનો સમાવેશ થાય છે.

ઉદાહરણ તરીકે: રોટરી ક્લબ, વણિકર ક્લબ (મહેસાણા), ચેમ્બર ઓફ કોમર્સ અને એમ. પી. શાહ એજ્યુકેશન સોસાયટી (કડી).

2. મુખ્ય લક્ષણો (વિશેષતાઓ):

1.       મુખ્ય હેતુ: સંસ્થાઓનો મુખ્ય હેતુ નફો કમાવાનો નથી, પરંતુ સેવાઓ પૂરી પાડવાનો છે.

2.       વેપારી પ્રવૃત્તિઓનો અભાવ: સંસ્થાઓ વેપારી પ્રવૃત્તિઓ માટે કે માલસામાનનું ઉત્પાદન, ખરીદી કે વેચાણ કરવા માટે અસ્તિત્વમાં આવતી નથી; તેથી તેઓ વેપાર ખાતું કે નફા-નુકસાન ખાતું બનાવતી નથી. પરંતુ, ક્યારેક રમતગમતની ક્લબ જેવી સંસ્થાઓ પોતાના સભ્યોની સુવિધા માટે બજારમાંથી માલ ખરીદીને તેનું વેચાણ કરે છે. કેટલીક સંસ્થાઓ કેન્ટીન જેવી સુવિધાઓ પણ પૂરી પાડે છે.

3.       ઉપજ -ખર્ચ ખાતું: સંસ્થાઓનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોવાથી વર્ષના અંતે તેઓ નફા-નુકસાન ખાતું તૈયાર કરતી નથી. પરંતુ, આવક અને ખર્ચની પરિસ્થિતિ જાણવા માટે તેઓ ઉપજ -ખર્ચ ખાતું  તૈયાર કરે છે.

4.       રોકડ-મેળ (આવક-જાવક ખાતું): સામાન્ય રીતે સંસ્થાઓમાં રોકડ વ્યવહારોનું પ્રમાણ વધુ હોય છે, તેથી રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે તેઓ આવક-જાવક ખાતું તૈયાર કરે છે.

5.       મૂડી ભંડોળ: બિન-વેપારી સંસ્થાની મૂડીને મૂડી ભંડોળ  અથવા કાયમી ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે.

6.       પાકું સરવૈયું: વર્ષના અંતે પોતાની આર્થિક સ્થિતિ જાણવા માટે સંસ્થાઓ પાકું સરવૈયું તૈયાર કરે છે.

7.       આવકના મુખ્ય સ્ત્રોત: સંસ્થાઓની આવકનો મુખ્ય સ્ત્રોત સભ્યો પાસેથી મળતું લવાજમ છે. ઉપરાંત, તેમને દાન, સરકારી ગ્રાન્ટ/સહાય, રોકાણો પર વ્યાજ, ડિવિડન્ડ અને ધર્માદાની આવક વગેરે દ્વારા પણ આવક પ્રાપ્ત થાય છે


3. આવક-જાવક ખાતું અને ઉપજ-ખર્ચ ખાતા વચ્ચેનો તફાવત

મુદ્દો

આવક-જાવક ખાતું

ઉપજ -ખર્ચ ખાતું

1. અર્થ

બિન-વેપારી સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલા રોકડ વ્યવહારો (રોકડ આવક અને રોકડ જાવક)નો જે સારાંશ તૈયાર કરવામાં આવે છે, તેને આવક-જાવક ખાતું કહે છે.

બિન-વેપારી સંસ્થાઓ દ્વારા વર્ષના અંતે સંસ્થાનું પરિણામ (નફો કે નુકસાન જેવી સ્થિતિ) જાણવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે, તેને ઉપજ-ખર્ચ ખાતું કહે છે.

2. સ્વરૂપ

ખાતું રોકડ ખાતા  જેવું હોય છે.

ખાતું નફા-નુકસાન ખાતા  જેવું હોય છે.

3. શરૂઆતની બાકી

રોકડ સિલક, બેંક સિલક અથવા બેંક ઓવરડ્રાફ્ટ ખાતાની શરૂઆતની બાકી હોય છે.

ખાતામાં કોઈ પણ પ્રકારની શરૂઆતની બાકી હોતી નથી.

4. આખર બાકી

ખાતાની આખર બાકી આખરની રોકડ સિલક, બેંક સિલક અથવા બેંક ઓવરડ્રાફ્ટ દર્શાવે છે.

ખાતાની આખર બાકી 'ખર્ચ કરતાં આવકનો વધારો' અથવા 'આવક કરતાં ખર્ચનો વધારો' દર્શાવે છે.

5. આખર બાકીની નોંધણી

જો આખર બાકી રોકડ કે બેંક સિલક હોય તો તેને પાકા સરવૈયામાં મિલકત-લેણા બાજુ દર્શાવાય છે, અને જો આખર બાકી બેંક ઓવરડ્રાફ્ટ હોય તો તેને પાકા સરવૈયામાં મૂડી-દેવા બાજુ દર્શાવાય છે.

જો ખાતાની આખર બાકી 'ખર્ચ કરતાં આવકનો વધારો' હોય, તો તે પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે; અને જો આખર બાકી 'આવક કરતાં ખર્ચનો વધારો' હોય, તો તે પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાંથી બાદ કરવામાં આવે છે.

6. મૂડી અને મહેસૂલી ઉપજ -ખર્ચ

આવક અને ખર્ચ માટે મૂડી કે મહેસૂલી પ્રકારનું વર્ગીકરણ જરૂરી નથી. રોકડમાં થયેલી બંને પ્રકારની આવક અને જાવકની નોંધ ખાતામાં થાય છે.

ખાતામાં માત્ર મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચની નોંધ થાય છે. મૂડી આવક અને મૂડી ખર્ચ પાકા સરવૈયામાં દર્શાવાય છે.

7. સમયગાળો

આવક કે જાવક કયા વર્ષની છે તે બાબત મહત્વની નથી. ભલે તે ચાલુ વર્ષની હોય કે આગામી વર્ષની, જો તે રોકડમાં થઈ હોય તો તેની નોંધ ખાતામાં થાય છે.

ખાતામાં માત્ર ચાલુ વર્ષની મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ દર્શાવાય છે. અગાઉના વર્ષ કે આવનારા વર્ષ માટે મળેલી આવક કે ચૂકવેલ ખર્ચની નોંધ ખાતામાં થતી નથી.

8. બિન-રોકડ વ્યવહારો

ખાતું રોકડ પદ્ધતિ આધારિત બનાવવામાં આવતું હોવાથી ઘસારો, ઘાલખાધ, મળવાની બાકી આવક, ચૂકવવાના બાકી ખર્ચ વગેરે જેવા બિન-રોકડ વ્યવહારો આમાં નોંધાતા નથી.

ખાતું વેપારી પદ્ધતિ મુજબ બનાવવામાં આવતું હોવાથી ઘસારો, ઘાલખાધ, મળવાની બાકી આવક, ચૂકવવાના બાકી ખર્ચ વગેરે હવાલાઓની નોંધ આમાં કરવામાં આવે છે.

9. પાકું સરવૈયું

ખાતાની સાથે પાકું સરવૈયું બનાવવું ફરજિયાત નથી.

ખાતું તૈયાર કર્યા પછી પાકું સરવૈયું બનાવવું જરૂરી છે.

 

સ્વાધ્યાય

1. બજરંગ જીમખાના ક્લબની નીચે આપેલી માહિતી પરથી તારીખ 31-૦૩-2018 ના રોજ પૂરા થતા વર્ષનું રોકડ આવક-જાવક ખાતું તૈયાર કરો.

   વિગત

 

   રકમ (₹)

વિગત

  રકમ (₹)

રોકડ સિલક (1-4-2017)

 

12,000

હોલનું ભાડું ચૂકવ્યું

6,000

બેંક સિલક (1-4-2017)

 

38,000

મનોરંજન કાર્યક્રમ માટે ફાળો

14,000

લવાજમ:

 

દાન

20,000

2016-2017:

6,000

પેવેલિયન માટે દાન

50,000

2017-2018:

50,000

56,000

પગાર

15,000

પ્રવેશ ફી

 

10,000

જૂના વર્તમાનપત્રોનું વેચાણ

1,000

ફર્નિચરની ખરીદી

 

12,000

મનોરંજન કાર્યક્રમનો ખર્ચ

10,000

પુસ્તકોની ખરીદી

 

8,000

વીજળી બિલ (ખર્ચ)

7,000

વર્તમાનપત્રોનું લવાજમ

 

2,000

જૂના ફર્નિચરનું વેચાણ (ચોપડે કિંમત 6,000)

5,600

રમતગમતના સાધનોની ખરીદી

 

60,000

પેવેલિયન બાંધકામ ખર્ચ

44,000

વ્યાખ્યાનોની આવક

 

4,000

રોકડ સિલક (31-3-2018)

14,600

આજીવન સભાસદ ફી

 

8,000

વધારાની માહિતી : (1) ₹ 6,000 નો પગાર ચૂકવવાનો બાકી છે. (2) સાધનો પર 10% ઘસારો ગણો. (3) ₹ 4,000 નું લવાજમ મળવાનું બાકી છે. (4) 50% પ્રવેશ ફી મૂડીકૃત કરો.  [જવાબ: આખરની બેંક શિલક ₹ 40,000]

2. અખિલ હિંદ ક્લબની નીચે આપેલી માહિતી પરથી તારીખ 31-3-2018 ના રોજ પૂરા થતા વર્ષનું આવક-જાવક ખાતું તૈયાર કરો.

વિગત

 

   રકમ (₹)

વિગત

  રકમ (₹)

રોકડ સિલક (1-4-2017)

 

2,500

લૉકરનું ભાડું

250

મળેલ લવાજમ:

 

રમતગમતના સાધનોનું વેચાણ

8,500

2016-17:

1,000

સમારકામ ખર્ચ

2,000

2017-18:

10,000

વર્તમાનપત્રોનું લવાજમ

750

2018-19:

500

11,500

સ્ટેશનરી અને છાપકામ

1,100

મકાન માટે દાન

 

50,000

મકાન બાંધકામ ખર્ચ

38,000

જૂના વર્તમાનપત્રોનું વેચાણ

 

100

કરવેરા અને વીમો

1,500

ફર્નિચરની ખરીદી

 

1,500

ધર્માદો (ચેરીટી)

2,000

પ્રવેશ ફી

 

600

રમતગમતના સાધનોની ખરીદી

1,000

રોકાણોની ખરીદી

 

10,000

[જવાબ: આખરની રોકડ સિલક ₹ 19,600]

 

3. ભારત જીમખાનાની નીચે આપેલી માહિતી પરથી તારીખ 31-3-2018 ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ-ખર્ચ ખાતું તૈયાર કરો.

વિગત

રકમ (₹)

વિગત

રકમ (₹)

મળેલ લવાજમ

45,000

ક્રિકેટ ટૂર્નામેન્ટ ખર્ચ

12,000

આજીવન સભાસદ ફી

9,600

વાર્ષિક ઉત્સવ ખર્ચ

24,000

પ્રવેશ ફી (50% મૂડીકૃત કરવાની છે)

3,000

ધર્માદો (ચેરીટી)

18,000

વાર્ષિક ઉત્સવની આવક

36,000

વર્તમાનપત્રોનું લવાજમ

3,600

ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે દાન

30,000

જૂના વર્તમાનપત્રોનું વેચાણ

600

મળેલ વ્યાજ

7,500

લૉકરનું ભાડું

2,400

પગાર

30,000

રમતગમતના સાધનોની ખરીદી

36,000

સ્ટેશનરી અને છાપકામ

3,600

સમારકામ ખર્ચ

4,800

પરચૂરણ ખર્ચ

1,200

ફર્નિચર પર ઘસારો

600

મળેલી વિરાસત (પ્રાપ્ત વિલ)

60,000

રમતગમતના સાધનોનું વેચાણ)

ફર્નિચરની ખરીદી

15,000

(ચોપડે કિંમત ₹ 4,200

3,600

સરકારી જામીનગીરીઓમાં રોકાણ

60,000

બેંક ઓવરડ્રાફ્ટ

7,500

 

 

આખરની રોકડ સિલક

1,800

મૂડી ભંડોળ

59,800

વધારાની માહિતી (હવાલા):

1.       ચાલુ વર્ષનું ₹ 15,000 લવાજમ મળવાનું બાકી છે.

2.       સેક્રેટરીનું માનદ વેતન ₹ 9,000 ચૂકવવાનું બાકી છે.

[જવાબ: ઉપજનો ખર્ચ પરનો વધારો ₹ 30,600]

 

4. સદભાવના ક્લબનું તારીખ 31-3-2018 ના રોજ પૂરા થતાં વર્ષનું આવક-જાવક ખાતું નીચે મુજબ છે:

સદભાવના ક્લબનું તારીખ 31-3-2018 ના રોજ પૂરા થતાં વર્ષનું આવક-જાવક ખાતું

આવક

રકમ

જાવક

રકમ

બાકી આગળ લાવ્યા

6,000

પગાર

15,200

લવાજમ

પરચૂરણ ખર્ચ

1,800

2016-17:         1,200

નાટક શોના ખર્ચ

12,000

2017-18:       28,000

સામયિકોનું લવાજમ

3,200

2018-19:            800

30,000

કરવેરા

800

વારસો

8,000

ધર્માદા ખર્ચ

1,600

નાટક શોની ટિકિટોનું વેચાણ

20,000

રોકાણો

20,000

જૂના વર્તમાનપત્રોનું વેચાણ

800

વીજળી ખર્ચ

1,400

બાકી આગળ લઈ ગયા

8,800

કુલ

64,800

કુલ

64,800

નીચેની વધારાની માહિતી ધ્યાનમાં લઈને તારીખ 31-3-2018 ના રોજ પૂરા થતાં વર્ષનું ઉપજ-ખર્ચ ખાતું અને તે તારીખનું પાકું સરવૈયું તૈયાર કરો:

1.    ક્લબમાં 150 સભ્યો છે, જેમાંના દરેક સભ્ય વાર્ષિક ₹ 200 લવાજમ આપે છે.

2.    ચૂકવવાનો બાકી પગાર ₹ 1,600 છે.

3.    રોકાણો પર 3 મહિનાનું 12% લેખે વ્યાજ મળવાનું બાકી છે.

4.    તારીખ 1-4-17 ના રોજની બાકીઓ: મકાન ₹ 60,000, મૂડી ભંડોળ ₹ 67,200.

[જવાબ: ખર્ચ કરતાં ઉપજનો વધારો 13,800, પાકા સરવૈયાનો સરવાળો 91,400.]

 

 

5. ધોની સ્પોર્ટ્સ ક્લબની નીચે આપેલી માહિતી પરથી, 31-3-2018 ના રોજ પૂરા થતાં વર્ષનું ઉપજ-ખર્ચ ખાતું અને તે તારીખનું પાકું સરવૈયું તૈયાર કરો.

ધોની સ્પોર્ટ્સ ક્લબનું તારીખ 31-3-2018 ના રોજ પૂરા થતાં વર્ષનું આવક-જાવક ખાતું

આવક

રકમ

જાવક

રકમ

બાકી આગળ લાવ્યા (બેંક બાકી)

35,000

પગાર

65,000

લવાજમ:

ભાડું અને કરવેરા

9,000

2016-17:     900

સ્ટેશનરી ખરીદી

4,500

2017-18:  87,000

રમતના સાધનોની ખરીદી (1-10-2017)

30,000

2018-19:     600

88,500

પરચૂરણ ખર્ચ

12,000

મનોરંજનની આવક

20,000

12% બેંક ડિપોઝિટ (1-1-18 થી)

25,000

12% ના રોકાણો પર વ્યાજ

6,000

મનોરંજન કાર્યક્રમનો ખર્ચ

10,600

દાન

10,000

બાકી આગળ લઈ ગયા (બેંક બાકી)

6,000

પ્રવેશ ફી

2,000

જૂના વર્તમાનપત્રોનું વેચાણ

600

કુલ

1,62,100

કુલ

1,62,100

વધારાની માહિતી:

1.    ક્લબમાં કુલ 300 સભ્યો છે, જેમાંના દરેક સભ્ય વાર્ષિક ₹ 300 લવાજમ આપે છે.

2.    શરૂઆતનું મૂડી ભંડોળ ₹ 1,31,400 છે.

3.    તારીખ 31-3-2017 અને 31-3-2018 ના રોજ ચૂકવવાનો બાકી પગાર અનુક્રમે ₹ 5,000 અને ₹ 7,500 છે.

4.    સ્ટેશનરીનો શરૂઆતનો અને આખરનો સ્ટોક અનુક્રમે ₹ 500 અને ₹ 750 છે.

5.    તારીખ 1-4-2017 અને 31-3-2018 ના રોજ રમતના સાધનોની કિંમત અનુક્રમે ₹ 50,000 અને ₹ 70,000 છે.

[જવાબ: ખર્ચ કરતાં ઉપજનો વધારો 6,000, પાકા સરવૈયાનો સરવાળો 1,55,500.]

 

 

 

6. વણિકર ક્લબના નીચે આપેલા કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી, 31-3-2018 ના રોજ પૂરા થતાં વર્ષનું ઉપજ-ખર્ચ ખાતું અને તે તારીખનું પાકું સરવૈયું તૈયાર કરો.

તારીખ 31-3-2018 ના રોજનું વણિકર ક્લબનું કાચું સરવૈયું

ઉધાર બાકી

રકમ

જમા બાકી

રકમ

રોકડ બાકી

6,000

મૂડી ભંડોળ

72,000

સ્ટેશનરી છાપકામ

4,000

દાન (મહેસૂલી)

4,000

જાહેરાત ખર્ચ

18,000

બેંક ઓવરડ્રાફ્ટ

2,000

ફર્નિચર

16,000

12% ની લોન (1-4-2017)

30,000

ક્લબનું મકાન

70,000

આજીવન સભાસદ ફી

4,000

કરવેરા અને વીમો

5,000

પ્રવેશ ફી

12,000

મંત્રીનું માનદવેતન

12,000

અગાઉથી મળેલ લવાજમ

4,000

રમતના સાધનો

20,000

અદત્ત પગાર

2,000

પગાર અને મજૂરી

18,000

લવાજમ

50,000

લોન પર વ્યાજ

1,800

લૉકરનું ભાડું

2,000

કાનૂની ખર્ચ

1,200

વીજળી ખર્ચ

2,000

વીજળીના સાધનો

8,000

કુલ

1,82,000

કુલ

1,82,000

હવાલા:

1.    વર્ષ 2017-18 નું ₹ 4,000 લવાજમ મળવાનું બાકી છે.

2.    જાહેરાત ખર્ચનો 2/3 ભાગ આગામી વર્ષ માટે આગળ ખેંચવાનો છે.

3.    સ્ટેશનરીનો આખર સ્ટોક ₹ 200 છે.

4.    ક્લબનું મકાન, રમતના સાધનો અને ફર્નિચર પર 10% લેખે ઘસારો ગણો.

5.    અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹ 400 છે.

[જવાબ: ખર્ચ કરતાં ઉપજનો વધારો 10,200, પાકા સરવૈયાનો સરવાળો 1,26,000.]

 


No comments:

Post a Comment

બિન વેપારી સંસ્થાના હિસાબો બી.કોમ. સેમ. 1 નાણાંકીય હિસાબી પદ્ધતિ યુનિટ 4

  યુનિટ - 4 બિન - વેપારી સંસ્થાના હિસાબો 1 . અર્થ : જે સંસ્થાઓ નફો કમાવાના હેતુથી નહીં , પરંતુ સામાજિક સેવાઓ , પોતાના સભ્યોનું કલ...